જ્શ્જક્સ્ધ kjdhjksdfhfjksd સ્દ્ફ્લદ્બ્દ દ્લ્જ્કલ્હ
DIET NAVSARI B.ED
Tuesday, 9 January 2018
પ્રવાસનો અહેવાલ
એકમ-૧૨
વિદ્યુત તથા પરિપથ
(૧) વિષય વસ્તુના મુદ્દા
-
સાદો વિદ્યુત પરિપથ તથા તેના ઘટકોનો પરિચય
-
વિદ્યુતના સુવાહકો અને અવાહકો
(૨) અધ્યયન નીસ્પત્તી
- પદાર્થ અને સજીવોને તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પડે છે
વિદ્યુત સુવાહક અને અવાહક
- પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિ(model)
નું નિર્માણ
કરે
છે અને તેની કાર્ય પધ્ધતિ વર્ણવે છે દા.ત.
વિદ્યુત ટોર્ચ
(૩) અધ્યયન નિસ્પત્તિ નું પૃથક્કરણ
પદાર્થ અને સજીવોને તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પડે છે વિદ્યુત સુવાહક અને અવાહક
“ વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થો” વિષય વસ્તુ ની મદદ થી આપણે
વિદ્યાર્થીઓ માં વિદ્યાર્થી પદાર્થ કે સજીવોને તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે
જુદા પાડી શકે એ કૌશલ્યનો વિકાસ કરવાનો છે અહી પદાર્થો વિદ્યુતનું વહન
કરે છે કે કરતો નથી એ ગુણધર્મને ધ્યાને લઈને વિદ્યાર્થી ઓ જુદા જુદા પદાર્થને અલગ
કરે એ પ્રકારના અદ્યયન અનુભવો વિદ્યાર્થી ને આપવાના છે. આ માટે જુદા જુદા
પદાર્થોને વિદ્યુત પરીપથમાં જોડી વિદ્યુત પરીપથમાં વિદ્યુત પસાર થાય છે કે નહિ તે
વિદ્યાર્થીને નક્કી કરવા કહી વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થોની સમાજ આપવાની
રહેશે. આ માટે વિદ્યુત પરિપથ અને તેના ઘટકોનો પણ ખ્યાલ આપવો પડશે.
પોતાની આસપાસમાંથી મળી આવતી
વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિ(model) નું નિર્માણ કરે છે અને તેની કાર્ય પધ્ધતિ
વર્ણવે છે દા.ત. વિદ્યુત ટોર્ચ
આ અધ્યયન નીસ્પત્તી દ્વારા
એ ફલિત થાય છે કે આપણે વિદ્યાર્થી પાસે આસપાસ માંથી મળી આવતી વસ્તુ ની મદદ થી
વિદ્યુત ટોર્ચ નું નિર્માણ કરાવવાનું છે જ્યારે વિદ્યાર્થી વિદ્યુત ટોર્ચ નું
નિર્માણ કરતો હોય ત્યારે તે વિદ્યુત ટોર્ચ ની રચના પણ સમજી જાય અને ત્યાર બાદ તે
કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ પણ તે જાતે પ્રાપ્ત કરે તે પ્રકારના અધ્યયન
અનુભવો આપવાના છે.
(૪) સંકલ્પનાની સમજ
ઉપરોક્ત દર્શાવવામાં આવેલ અધ્યયન નીસ્પત્તી અનુરૂપ કૌશલ્યોનો
વિદ્યાર્થીમાં વિકાસ કરવા માટે નીચે મુજબની સંકલ્પના ઓ સ્પષ્ટ કરાવી પડશે
- વિદ્યુત પરિપથ : સામાન્ય રીતે વિદ્યુત
પ્રવાહના વહેવાના માર્ગને વીજ પરિપથ કહે છે. એટલે કે જે માર્ગ માંથી વિદ્યુત
પ્રવાહ વહી શકે તેમ હોય તે માર્ગને વિદ્યુત પરીપથ કહેવાય. વિધુત પરિપથ બે પ્રકારના
હોય છે (૧) બંધ વિદ્યુત પરિપથ : જ્યારે વીજ પરિપથ માંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય
તો તે પરિપથ બંધ પરિપથ કહેવાય (૨) ખુલ્લો વિદ્યુત પરિપથ: જે વિધુત પરિપથમાંથી
વિદ્યુત પ્રવાહ વહેતો નથી તે પરિપથ ખુલ્લો વિદ્યુત પરિપથ કહેવાય.
સામાન્ય રીતે સાદા વિદ્યુત પરિપથમાં નીચે
મુજબના ઘટકો હોય છે (૧) વિદ્યુત કોશ: વિદ્યુત કોશનું કાર્ય વિદ્યુત ઉત્પન્ન
કરવાનું છે જેની રચના નીચે મુજબની હોય છે.
![]() |
|||||||
![]() |
|||||||
![]() |
|||||||
![]() |
|||||||
(૨) વિદ્યુત ને વહેવા માટે વિદ્યુતના સુવાહકો ( સામાન્ય રીતે વાયર)
(૩) બલ્બ : વિદ્યુત પરીપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વિદ્યુત પરીપથમાં
જોડેલ બલ્બ પ્રકાશિત થવાથી ખબર પડે છે
(૪) કળ : વિધુત પરિપથ માં વહેતા વિદ્યુત
પ્રવાહને વહેતો બંધ કરવા કે ચાલુ કરવા એટલે કે વીજ પરિપથ ને ખુલ્લો કે બંધ કરવા કળ
ને વિધુત પરિપથ માં જોડવામાં આવે છે.
સાદો વીજ પરિપથ નીચે મુજબ હોય છે
- વિદ્યુતના સુવાહકો: જે
પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે તેને વિદ્યુતના સુવાહકો
કહેવાય છે દા.ત. તાંબા નો તાર, એલ્યુમીનીયમ નો તાર, લોખંડ , અશુદ્ધ પાણી વગેરે
Subscribe to:
Comments (Atom)



